(શું ગુજરાતના અરપૃશ્યો મૂળ બૌદ્ધ ધર્મ છે ?) સ્વ- ભાઈલાલભાઈ પટેલ
(ગુજરાતના પ્રખર પાટીદાર રાજનીતિ, રચનાત્મક ક્રાર્યકર અને સંશોધક)
______________________________________________
હું એક નવી દષ્ટિ મૂકુ છું ને આશા રાખું છું કે ગુજરાતના વિદ્વાનો ને ભણેલા દલિત ભાઈઓ તેના ઉપર વધારે પ્રકાશ નાખશે.
ઈ.સ. ૧૯૧૭માં હુ વેરુળ (ઈલોરા) ની ગુફાઓ જોવા ગયો હતો. પહેલી જ વખત ગયેલો એટલે
ત્યાંના એક બ્રામણને ગુફાઓ બતાવવા માટે સાથે આવવાનું કહ્યું. મારી સાથે બે મિત્રો પણ હતા.એટલે અમે પહેલાં નંબરની ગુફાથી જોવાની શરૂઆત કરવા પેલા બ્રામણને વિનંતી કરી. એણે તરત જ જવાબ આપ્યો કે, *એ તો ઢેડવાડો છે, ઢેડવાડા માં શુ કરવા જાવ છો ?* આ સાંભળી અમે એ
ભોમિયા ને પડતો મૂકલો.
વેરુળ માં શરૂઆતની નવેક ગુફાની બૌદ્ધ ધર્મની , પછીથી એની લગોલગ આગળ જતા હિંદુ ધર્મની ગુફાઓ આવે છે. ત્યાર બાદ થોડું અંતર મૂકીને છેલ્લે જૈન ધર્મની ગુકાનો આવે છે. બધી મળી ત્યાં લગભગ *૩૪* જેટલી ગુફાઓ છે, શરૂઆતમાં વિહારો છે, પછી ચૈત્ય છે, પછી વિહારો મૂકી બે
મજલી અને ત્રણ મજલી ગુફાઓ છે, પહેલાં ચૈત્યને તો ગુજરાતના સુથારો અને કડિયાઓ વિશ્વક્રમાંની ગુફા માને છે, ત્યાં દાખલ થતાં ઉપર બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. એ મૂર્તિ એક હાથની ટચલી આંગળી બીજા હાથે પકડીને ધ્યાનસ્થ મુદ્રામાં છે. અને તે જ પ્રમાણે બધા થાંભલાઓ ઉપર જે મૂર્તિઓ છે તેપણ એ જ પ્રમાણે બેઠેલી છે. ગુજરાતમાં સુથારો અને કડિયાઓ માને છે કે આ ગુફા કોરતા 'વિશ્વકર્મા" *(બુદ્ધ)* ની ટચલી આંગળીમાં વાગ્યું અને લોહી નીકળ્યું જેથી લોહી બંધ કરવા ટચલી આંગળી પકડી છે અને બધા કારીગરોએ પણ વિશ્વકમૉ સાથે સહાનુભૂતિમાં પોતાની ટચલી આંગળી
કાપીને વિશ્વકમૉ ની પેઠે એ આંગળી દાબીને બેઠા છે, *વિશ્વકર્માની પૂજા કરાવવા માટે બ્રાહ્મણો ચૈત્યમાં જાય છે અને પૂજા કરાવી દક્ષિણા લે છે, પણ પેલા વિહારોમાં જતા નથી. અને એને ઢેડવાડો કહે છે.*
મને એ વિચાર હંમેશા આવ્યા કરતો કે બૌદ્ધ ધર્મના વિહારો માટે પેલા બ્રામણે ઢેડવાડો શબ્દ કેમ વાપર્યો? મહારાષ્ટ્ર માં અછૂત માટે "ઢેડ" શબ્દ વપરાતો નથી. ત્યાં મહાર શબ્દ વપરાય છે. અને તે વખતે હરીજન શબ્દ પણ પ્રચારમાં આવ્યો ન હતો. બૌદ્ધ સાહિત્ય ના વાંચન પછી એક વાત તો સ્પષ્ટ થઈ કે ભારત માં એક કાળે શહેરો અને ગામડાઓમાં બૌદ્ધ ધર્મ ખૂબ પ્રચલિત હતો. ગુજરાત માં મારાગામ "સોજીત્રા"માંથી પણ બુદ્ધ ની ખંડીત મુર્તિઓ મળી આવી છે અને ખંભાત પાસે ના નગરમાં તો ધ્યાનસ્થ બુદ્ધ ની મનુષ્ય કદ કરતાં પણ મોટી સુંદર મૂર્તિ આજે પણ ખુલ્લા માં પડેલી છે, અને તે કોઈ પણ મ્યુઝિયમ ને શોભાવે તેવી છે. ઈ.સ. ૧૨ સૈકા સુધી તો બ્રામણે ના ગણાય પ્રયત્નો છતાં બૌદ્ધ ધર્મ કેટલીક જગ્યાએ પ્રચલિત હતો. ખાસ કરીને બંગાળ અનેે બિહારમાં તો ઘણો જ પ્રચલિત હતો. નાલંદા અને વિક્રમશીલાની વિદ્યાપીઠો તેની સાક્ષી પુરે છે. બૌદ્ધ ધર્મ ના પતન કાળે એ વિદ્યાપીઠો નો નાશ થયો. બ્રામણો ના પ્રયત્નો ઉપરાંત મુસ્લિમોએ પણ બૌદ્ધ ધર્મનો નાશ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. મુર્તિ પુજા માટે આજે પણ મુસ્લિમો "બુત પરસ્તી" શબ્દ વાપરે છે. તે સમયે બુદ્ધ ની પુજા અને મુર્તિપુજા બંને શબ્દો એકજ અર્થ માં વાપરતા.
ગુજરાત વલ્લભીપુર માં પણ બૌદ્ધ ધર્મગુરુંઓ મોટી વિદ્યાપીઠો ચલાવતા હતાં. ત્યાં બૌદ્ધ વિહારો પણ હતા. વલ્લભીના તામ્રપત્ર પર તેનો ઉલ્લેખ પણ મળી આવે છે. બૌદ્ધધર્મ એટલે બુદ્ધ, ધર્મ અને સંઘ. તેથી બૌદ્ધ ધર્મના પ્રચારનો સઘળો આધાર સંઘ ઉપર હતો એ સંધમાં સાધુઓ અને સાધ્વીઓ બંનેના સંઘ હતા. *બૌદ્ધ ધર્મનો જ્યારે લોપ થયો ત્યારે સંઘોનું શું થયું ?* એ પણ એક વિચાર માંગી છે તેવી વાત છે. બૌદ્ધ સાધુઓ માટે “સ્થવિર" શબ્દ વપરાતો સ્થવિર શબ્દનું પાલિ ભાષામાં રૂપાંતર
"થૈર" શબ્દ હતું એટલે સાધુઓ અને સાધ્વીઓ માટે "થેર" અને "થૈરી" શબ્દ વપરાતો આ હકીકત છે.
આનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે મહારાષ્ટ્રના કેન્દ્રમાં બૌદ્ધ વિહારો માટે "ઢેડ" શબ્દ વપરાયો એટલે થૈરવાડા’નું રૂપાંતર "ઢેડવાડો" કેમ ન થયું હોય ? વૈરુળના બૌદ્ધ વિહારોને અગર તો દ્રિ- તાલ કે ત્રિ-તાલ બારીકાઈથી જોઈએ તો એનો ઉપયોગ ત્યાં કાયમ રહેવા માટે થતો હોય એમ જણાય છે.
વિહારોમાં અલગ અલગ ઓરડીઓ છે. અને તેમાં સુવા માટે ઓટલા છે. નાલંદાના વિહારોમાં પણ વિહારની દરેક ઓરડીમાં સુવા માટે ઓટલા ઈટોના કરેલા છે. પણ બૌદ્ધ ગુફાઓમાં તો ઓર ડીઓ તથા ઓટલા ખડકોમાંથી કોરી કાઢેલા છે, ઘંટીઓ ગોઠવવામાં ખામણા કરેલા છે કે જેથી અનાજમાંથી લોટ તૈયાર થઈ શકે. અનાજ ખાંડવા ખાંડણીયા પન્ન ગુફાના તળમાં ખડકોમાંથી કોરી કાઢેલા છે.
ગુફાઓના થાંભલામાં ગોળીઓ ભરાવા પાછળથી કાણાં કરેલા છે, આ ઓરડીઓની બહાર જે મોટી ખુલ્લી જગ્યા છે. ત્યાં જમવા બેસવાની જગા આગળ ભાણા મુકેવા પથ્થરની થોડી ઉચી બેઠક કોરી કાઢેલ છે. અને નજીકના થાંભલામાં ગોળીઓ ભરાવવા પાછળથી કાણાં પણ કરેલા છે, અનેં
નજીકના થાંભલાખોમાં એક જ સપાટીએ ચારેક ફૂટ ઊંચે કાણાં કરેલા છે. આ કદાચ પાછળથી થયાં હતા, પણ તેનું અનુમાન એ પણ થઈ શકે કે ત્યાં કદાચ ઘોડીયા પણ બંધાતા હશે.
બેમજલી અને ત્રણ મજલી ગુફાઓમાં પ્રવેશ દ્વાર આગળ ઓરડી છે. તેમાં સાધ્વીઓનીઅધિષ્ઠાત્રી કદાચ રહેતી હશે અને અંદરની ગુફામાં રહેતી સાધ્વીઓ ઉપર નજર રાખતી હશે. માળઉપ ઉપર જવા માટે દાદરો કોયૉ છે ત્યાં શરૂઆતમાં બારણાં હોય તેવા ચિન્હો છે, અને વિહારમાં કોરેલા જે સાધનો જણાય છે તેવા સાધનો પણ ત્યાં છે.
ચૈતન્ય બાદ કરતાં ઉપર જણાવેલા સ્થળે, બૌદ્ધ ધર્મ ના પતન કાળે ગૃહસ્થ કુટુંબો રહેતા હોય અનુમાન કરવુ સ્હેજ મન થાય છે. એટલે જયારે સમાજમાંથી બૌદ્ધધર્મ નો લોપ થવો માંડયો અને બૌદ્ધ સમાજ હિન્દુ કે જૈન બનતો ચાલ્યો તે વખતે આ બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓ એમના વિહારોમાં રહેતા હોવા જોઈએ. અને આસ્તે આસ્તે એમની ભિક્ષા સંપૂર્ણ બંધ થતાં એમણે ગુફાઓનો ત્યાંગ કર્યો હોવો જોઈએ અને આમ વસ્તી નજીક રહેવા ગયા હોવા જોઈએ. આ સાધુઓ અને સાધ્વીઓને જીવન નિર્વાહ માટે ધંધો કરવા ની જરૂર પડી હોવી જોઈએ. અને તેઓ ગૃહસ્થ જીવન જીવતા થયા હોવો જોઈએ. ગૃહસ્થી થયા પહેલા પણ બૌદ્ધ ધર્મ માં શક્તિ-સંપ્રદાયની શરુંઆત થઈ ચૂકી હતી. સાધુઓ અને સાધ્વીઓમાં શારીરિક સંબંધોનો વહેવાર પણ શરૂ થઈ ગયો હતો. બૌદ્ધ ભગવાને જયારે સાધુ આનંદ ના આગ્રહથી બુદ્ધ ની માતા અને પત્ની ને દીક્ષા આપી સાધ્વી બનાવ્યા અને સાધ્વીઓના સંઘની સ્થાપના કરી ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું હતુ કે આને લીધે કદાચ ધર્મ નુ પતન થશે અને એમની આગાહી આખરે સાચી પડી હતી. જેથી કદાચ એવુ બન્યું હોય કે "થેર" અને "થેરી"ઓ લગ્નજીવન શરુ કરીને વસ્તીની નજીક રહેવા આવી ગયાં હોય. *બૌદ્ધ ધર્મ નો એક સિધ્ધાંત હતો કે જાતે હિંસા કરવી નહીં.* માંસ ખાવાની મનાઈ એ ધર્મમાં ન હતી. બીજાએ મારેલા પ્રાણીઓ નુ માંસ ખાઈ શકાતુ અગર કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીઓનું માંસ પણ ખાઈ શકાતુ હતું. આમ અહિંસક માંસ ખાવાનો વાંધો ન હતો. તેથી પેલા " થેર" અને "થેરીઓ" આમ જનતાના તિરસ્કાર છતાંય જીવનનિર્વાહનો બીજો કોઈ ઈલાજ ન રહેવાથી ગામની નજીક રહી જીવનનિવૉહ માટે મુડદાલ માંસ ખાવાનું શરૂ કર્યું હોય એવું અનુમાન કરીએ તો એ સયુકિતક લાગે છે.
એમણે વસ્તીમાંથી મરેલા ઢોર લાવી એ ઢોરના માંસ ઉપરાંત બીજા દરેક અવયવોનો વૈજ્ઞાનિક રીતે અને બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી તેના ઉધોગોને વિકસાવ્યા છે. ડબગર અને મોચીનો ધંધો આને જ ઊભો થયો હતો. એમાંથી નીકળતી કેટલીક ચીજોનો ઉપયોગ આયુર્વેદમાં પણ થયો છે. મરેલા ઢોરની ચરબી, ઘીનો વ્યાપાર કરનાર વૈષ્ણવ વાણિયાઓ રાત્રે ખરીદતા એને ઘેર લાવી તાવડામાં
ઉકાળી ચોખ્ખા ઘી સાથે એની ભેળસેળ કરતા અને એવું ભેળસેળીયુ ઘી જમણવાર માં પણ વપરાતું અને મંદિરોના "ઘી" ના દિવાઓમાં પણ વપરાતું.
આ ઉપરાંત ખેડૂતને ખેત મજૂરીમાં ગામે ગામ એમણે ઘણો મોટો ફાળો આપ્યો છે. ગામડામાં ખેત - મજૂરી કરનાર બીજા સ્પૃશ્ય હિન્દુ કરતાં પણ અસ્પૃશ્યો ઘણું વધારે કામ આપતા અને જેથી ખેડૂતો મહંમેશા ખેતી કામ માટે અછૂતોને જ પસંદ કરતા મતલબ કે રોજ લઈને વધારૈમાં વધારે કામ
કરવાની એમનામાં નીતિ હતી .આ સિવાય ખેડૂતની સ્ત્રીઓને કાંતેલા જાડુ સુતર સાલવી લોકો વણી આપવાની ના પાડતા. જેથી અછૂતોએ એ કામ કરી આપવાનો એ ધંધો પણ શરૂ કર્યો હતો. અછૂત વણકર સ્ત્રીઓ આ સુતર ને ફાળકે ચડાવી એને ખેળ પાઈ-તાણા-વાણા માટે તૈયાર કરતી દરેક અછૂતના ઘરે વણવાની શાળ રહેતી અને ખેડૂતને જોઈતી દરેક ચીજો વણી આપતા. પહેરવાના ધોતિયાં, પાયજામા, કેડિપાં પહેરણ એ અછૂતોએ વણેલા ગાજીયામાંથી તૈયાર થતા પાથરવા અને ઓઢવાની ચાદરો કે ચોફાળો અછૂતો બનાવી આપતા. અને ખેતરમાંથી અનાજ ભરી લાવવાની મોદો કે સારા-માઠા પ્રસંગોએ પાથરવામાં બીછાનાં તો અછૂતો જ બનાવી આપતા આ રીતે અછૂતો ખેડૂતના જમણા હાથ જેવા દરેક ગામડામાં બન્યા હતા અને દરેક ગામડામાં ખેતીનો મુખ્ય ધંધો હોવાથી અછૂતોની વસાહતો થઈ હતી.
હિંદુઓની કેટલીક જ્ઞાતિનો શિકાર કરે છે. અને તેનું માંસ ખાય છે, સસલાં, સાદુડીધાં, માછલાં, તેતર વગેરે પ્રાણીઓ અને પક્ષીઓનો શિકાર થાય છે. પણ આ જ સુધી જીવતાં પ્રાણીઓનો શિકાર અછૂતો એ કર્યો હોય એવું જાણ્યામાં આવ્યું નથી. મતલબ કે એમણે બુદ્ધ ભગવાન ના સિધ્ધાંતનુ યથાર્થ પાલન કર્યુ છે. અને તેથી જ "ઢેડ" શબ્દ "થેર" શબ્દમાંથી આવ્યો હોય એમ માનવાના કારણો મળે છે.
આ વર્ગ અતિશય સ્વચ્છ છે. ગાંધીજી સોજીત્રામાં ઈ. સ. ૧૯૧૫ માં આવ્યા હતા. દસ હજાર થી વધારે વસ્તીનું આ એક નાનકડું શહેર હતું. એ ગામમાં ગાંધીજી બધેજ ફર્યા હતા. અછૂત વાસમાં પણ ગયા હતા તે દિવસે ગાંધીજીએ જાહેર કર્યું હતું " હું ગામમાં ફર્યો ને મે અસ્વસથતા જોઈ, પણ અછૂત એકદમ સ્વચ્છ છે. તેથી ગામના ઉજળિયાત વર્ગે તો અછૂત વર્ગ પાસે થી સ્વચ્છતાના પાઠ શીખવાના છે.... એ વખતે "હરીજન" શબ્દ પ્રચારમાં ન હતો એટલે ગાંધીજીએ પણ પ્રચલિત શબ્દ *ઢેડવાડો* જ વાપર્યો હતો.
સ્વચ્છતા ઉપરાંત એ લોકોમાં સેંકડો વર્ષ સમાજથી દૂર રહેવા છતાંય ધર્મ પ્રત્યેની ભાવના ટકી રહેલી છે.
આ ઉપરાંત બીજી પણ એક ચીજ જોઈ શકાય છે. ગુજરાતના નીચલા થરના અનેક વર્ગો છે.
એમાં જે બુદ્ધિ નો વિકાસ થયો છે, તે કરતાં ઢેડ-જ્ઞાતિમાં અતિ ઘણાં વિકાસ થયો છે.
બુદ્ધ ધર્મમાં દરેક કોમના માણસોને સાધુ બનાવવામાં આવતા બ્રામણોથી લઈ, ચંડાળ(ભંગી) સુધીના માણસો બૌદ્ધ સંઘમાં હતા અને ચંડાળ પણ ખ્યાત સાધુ થયેલા એવા દાખલા છે, બીજા બૌદ્ધ ધર્મ જાતિપ્રથા તોડી નાંખી હતી. બ્રાહ્મણ, શૂદ્ધ કે ચંડાળ એ સર્વને સરખું સ્થાન મળ્યું હતું. અને તેથી
બૌદ્ધધર્મના પતનાકાળે *બોદ્ધ સંઘોને* અસ્પૃશ્ય બનાવ્યા હોય તે પણ માનવા જેવું છે,
*૧૨મી સદી પહેલાં પ્રાચીન સાહિત્યમાં "ઢેડ” શબ્દ આવતો નથી.* 'નાપાક" કે "ચાંડાલ'એવા શબ્દો આવે છે અને તે પણ અતિ-શૂદ્ધ માટે જ વપરાયા છે. પક્ષ એ અસ્પૃશ્યો ન હોતા.
મારી યાદદાસ્ત પ્રમાણે ઈ.સ. ૧૯૦૯માં "ઈન્ડીયન રીવ્યુ" માં શ્રી સયાજી રાવ ગાયક્વાડે લખેલો લેખ મેં વાંચ્યો હતો, અને એમાં એમણે લખ્યું હતું કે 'પ્રાચીન કાળમાં આ દેશમાં અસ્પૃશ્યતા ન હતી.
વિશ્વદેવ માટે રસોઈ કરાવવી હોય અને બીજો કોઈ દ્વિજ ન મળી તો શૂદ્ર કે અતિ-શૂદ્રને હાથે એને શુદ્ધ કરાવ્યા પછી રસોઈ કરાવવાનો કોઈ વાંધો ન હતો, અને તે શુદ્ધિ માટે નો એ રસ્તો એ બતાવ્યો હતો કે તેની હજામત કરાવવી અને સ્નાન કરાવવું પછીથી એ રસોઈ કરે તો એ રસોઈ વિશ્વદેવ માટે ચાલે.....અને બ્રામણ પણ જમી શકે..."
પરાશરનાં માતા-શ્વપાક હતા, એટલે કે ભંગિયાણી (જુઓ અખંડાનંદ અંક 30 નવેમ્બર, પાના ૯૭) હતા. એ બતાવે છે કે અસ્પૃશ્યતા તો ન હોતી જ એટલું જ નહિ પણ એક મહાન પુરુષે
ભંગિયાણીના પેટે જન્મ લીધો હતો અને પરાશરના દાદા વસિષ્ઠ ઋષિ હતા એટલે વસિષ્ઠના પુત્રવધૂ ભંગિયાણી હતા.
આગળ જણાવ્યું કે ૧૨ મી સદી પહેલાં "ઢેડ" શબ્દ મળી આવતો નથી. ગુજરાત કે ભારત માં તામ્રપત્રનો અભ્યાસ કરીએ તો "ઢેડ" શબ્દ નો ઉલ્લેખ સૌપ્રથમ ભીમદેવ બીજા ના તામ્રપત્રમાં આવે છે. તે આચાર્ય ગિરજાશંકરે હિસ્ટોરિકલ ઈનસ્કીપ્શન ઑફ ગુજરાત નામે પુસ્તક લખ્યું છે. અને ૧૬૩ માં પાને ભીમદેવ બીજાના દાનપત્રની પાંચમી લીટીમાં "ઢેડ વાસન" શબ્દ આવેલો છે. આ તામ્રપત્ર સંવત ૧૨૯૬ નુ છે એટલે કે ઈ. સ ૧૨૪૦ નુ છે. આ ગામ અત્યારે વિરમગામ તાલુકામાં આવેલ માંડલના પાસે છે. એટલે કે તે વખતે બૌદ્ધધર્મ નો લોપ થઈ જવાની તૈયારી માં હતો. આખા ગામનુ નામ "ઢેડ" શબ્દ ઉપરથી થયું હતું અને એ ગામમાં "ઢેડ" સિવાય બીજી વસ્તી રહેતી હતી એ બતાવે છે કે વખતે "ઢેડ" શબ્દ તિરસ્કાર વાચક બન્યો હતો. ત્યાં બૌદ્ધ વિહારો હોવા જોઈએ. સાધુઓ માટે ઢેર ( થેર) શબ્દ હતો. એટલે "ઢેડ વાસન" એ "થેરવાસન" હતુ. કદાચ ત્યાં વિહાર ને મળેલી જમીનો હશે અને એ ખેડુતો ખેડતા હશે. અને ખેતીના કામ થી બીજી વસ્તી પણ ત્યાં રહેતી હશે. અને આથી કદાચ માનવાનું મન થાય છે કે "થેરવાસન" નુ "ઢેડ વાસન" બન્યું અને આજે એ "ઢેડાસન" બન્યું છે.
ભીમદેવ બીજો ગાદીએ બેઠો તે પહેલાં અજયપાળના લાલ કુંવરની વાલી તરીકે ભીમદેવ રાજ્ય કરતાં હતાં. મૂળરાજ કુંવર નુ મરણ લગભગ ૧૬ વર્ષની ઉંમરે થયુ હતું. અને એમના સ્મારકમાં મૂળેશ્વર મહાદેવ નું મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ની સ્થાપના પાટણમાં ન કરતાં માંડલ માં કરી હતી. એનું એ કારણ પણ હોઈ શકે ત્યાં તે સમયે બૌદ્ધધર્મ ની અસર હોય અને તેથી જ શિવમંદિર બાંધવા માટે માંડલ ની પસંદગી થઈ હોય.
આ ઉપરાંત ડૉ એચસ. ડી. સાંકળીયાએ "સ્ટડીઝઈન હિસ્ટ્રીકલ જયોરાફી એન્ડ એન્થોપોલોજી ઑફ ગુજરાત નામનુ પુસ્તક ઈ. સ. ૧૯૪૯ માં લખ્યું છે. એમાં ૬૯માં પાના નંબર પર "ઢેડ વાસન" શબ્દ આવે છે. ૭૯ માં પાના ઉપર "ઢેડવાડા" શબ્દ આવે છે. આ બંનેય ગામના નામ છે. એટલે ઢેડવાડા શબ્દ પણ થેરવાડા શબ્દ ઉપરથી થયો, હોવો જોઈએ. સ્થળના નામ તરીકે આ શબ્દ વેરુળ માં સાંભળ્યો અને ડૉ. સાંકળીયાના પુસ્તક માં પણ વાંચ્યો.
પંજાબ માં અને અફઘાનિસ્તાન માં હિન્દુઓ સાથે બૌદ્ધની પણ મોટી વસ્તી હતી. હિજરત કરનારાઓ માં બૌદ્ધો પણ હોય અને બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓ પણ એવું કદાચ બન્યું હોય કે બૌદ્ધ- ગૃહસ્થો હિંદુ કે જૈન સમાજમાં ભળી ગયા હોય પરંતુ પેલા "થેર" અને "થેરી" એતો અલગ પડી ગયાં હોય .
અછૂતોમાં બૌદ્ધ સાધુઓ ની બધા જ ગુણો છે. અને બૌદ્ધધર્મ ના આચારો એમણે ૫૦૦-૬૦૦ વર્ષથી સાચવી રાખ્યા છે. એટલે માનવાનું મન થાય કે બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓ થેર અને થેરીઓ ગામની બહાર હિંદુ સમાજના જુલમથી સૈકાથી અસ્પૃશ્ય તરીકે રહ્યા અને "ઢેડ" તરીકે ઓળખાયા અને આખરે ડૉ. આંબેડકરે બૌદ્ધધર્મને અપનાવ્યો એમાં પણ કંઈક ઈશ્વરી સંકેત હશે અથવાતો બુદ્ધ સંઘનું વારસામાં મળેલું લોહી બોલી ઊઠયું હશે એમ પણ માનવુ પડે.
( આ ઉપરાંત આજ વિચારો ભાઈકાકાએ ગુજરાત વિધાનસભામાં ડૉ. આંબેડકરનું તૈલચિત્ર મૂકવાની દરખાસ્ત પર બોલતા પણ રજૂ કર્યા હતા-સંપાદક) " *ખેડૂત સમાચાર પત્ર*" તા ૩૧-૩-૬૯. *ભૂતપૂર્વ અસ્પૃશ્યોના ભવ્ય અને રોમાંચક ઈતિહાસ " ભાગ ૧ માંથી સાભાર* ✒️ વિશ્વજીત બૌદ્ધ.
<head><script data-ad-client="ca-pub-1223716669370350" async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script></head>