આપણા હિન્દુધર્મમાં સપ્તપદીનું ખુબજ મહત્વ રહેલુ છે. લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. એક વખત સાત ફેરા લીધા તેનો મતલબ થાય છે સાત જન્મસુધી તમે એક બીજા સાથે બંધનોમાં બંધાઈ ચુક્યા છો. આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે સોળ સંસ્કારમાં સૌથી મહત્વનું અને ખાસ એટલે લગ્ન.
આપણે ત્યાં જોવામાં આવે છે કે વિવાહ કરતી વખતે પંડિતજી કેટલાક મંત્રોચ્ચાર કરે છે અને આપણે પણ યંત્રવત કોઈ પ્રક્રિયા હોય એ રીતે તમામ કાર્ય કરીએ છીએ. પણ શું તમે જાણો છો વિવાહ દરમિયાન જે સપ્તપદીના સાત ફેરાઓ લેવામાં આવે છે તેનું શું છે મહત્વ. આજે આપણે સપ્તપદીના સાત ફેરાઓ અંગે વાત કરીશું. સપ્તપદીના સાત વચનોમાં ગૂઢ અર્થ રહેલા છે જે સુખી લગ્નજીવનની ચાવી પણ કહી શકાય છે.
સપ્તપદીના આ સાત વચનો પરણિત યુગલને માત્ર શબ્દો જ નહીં પરંતુ તેમને માનસિક, સામાજિક અને અધ્યાત્મિક રીતે એકબીજા સાથે જોડી રાખવામા અગત્યનો ફાળો આપે છે મદદરૂપ થાય છે. આ કારણોને લીધે જ સપ્તપદીના સાત વચનોને સુખી, આદર્શ અને ખુશહાલ લગ્નજીવનની ચાવી કહેવામા આવે છે.
ચાલો આપણે આ 7 વચનો નું મહત્વ અને અર્થ જાણીએ
પ્રથમ વચન :
तीर्थव्रतोद्यापन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्या:
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी!।
સપ્તપદીના આ પ્રથમ વચનમાં કન્યા પોતાના પતિને જણાવે છે કે, મે ગત જન્મમાં કરેલા પુણ્યોને કારણે મને આ જન્મમાં પતિ રૂપમાં તમે પ્રાપ્ત થયા છો. આ પ્રથમ વચન દ્વારા કન્યા પોતાના પતિને જ પોતાનું હવે સર્વસ્વ મને છે અને પોતાના કપાળ પર ચાંદલો કરવાનું શરૂ કરે છે.
બીજુ વચન :
पुज्यो यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम!!
બીજા વચનમાં સ્ત્રી પોતાના પતિ, બાળક અને પરિવારની સારસંભાળનું વચન આપે છે. આ સિવાય તે પરિવારના દરેક સભ્યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાનું વચન આપે છે. પરિવાર અને પતિ દ્વારા આપવામાં આવતા સંતોષથી તે ક્યારેય અસંતોષ વ્યક્ત નહીં કરે.
ત્રીજુ વચન :
जीवनम अवस्थात्रये पालनां कुर्यात
वामांगंयामितदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृतीयं!!
સપ્તપદીના ત્રીજા વચનમાં કન્યા પોતાના પતિને પ્રેમપૂર્વક ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. પોતના દ્વારા તૈયાર કરેલ ભોજન દ્વારા પતિ થતાં પરિવારને પ્રેમપૂર્વક જમાડીને પોતાની ફરજ પૂરી કરવાનું વચન આપે છે.
ચોથુ વચન :
कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या:
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थ:।।
ચોથા વચનમાં પત્ની શણગાર કરી, મન, ભાવ, વિચાર, વાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાનું વચન આપવાની વાત જણાવે છે. પોતાના પતિ માટે પ્રિયતમાની પણ ભૂમિકા ભજવશે તેવું પણ વચન આપવામાં આવે છે.
પાંચમું વચન :
स्वसद्यकार्ये व्यहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा
वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या!!
સપ્તપદીના પાંચમા વચનમાં સ્ત્રી પોતાના પતિને વચન આપે છે કે તે સુખ અને આનંદના સમયમાં તો તેની સાથે રહેશે પણ દુખ અને મુશ્કેલીના સમયમાં ક્યારેય પણ પોતાના પતિનો સાથ નહીં છોડે અને પતિના દરેક દુખમાં ભાગીદાર બનશે.
છઠ્ઠું વચન :
न मेपमानमं सविधे सखीना द्यूतं न वा दुर्व्यसनं भंजश्वेत
वामाम्गमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं च षष्ठम!!
આ છઠ્ઠા વચનમાં સ્ત્રી પોતાના પતિના ઘરના તમામ કર્યો ખુશીથી કરશે તથા પતિના માતા-પિતાની સેવા પોતાના માતા-પિતાની જેમ જ કરશે અને પરિવાર તથા સગા સંબંધીનો આદર સત્કાર પણ કરશે.
સાતમું વચન :
परस्त्रियं मातूसमां समीक्ष्य स्नेहं सदा चेन्मयि कान्त कूर्या।
वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: सप्तमंत्र कन्या!!
સાતમા વચનમાં સ્ત્રી તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ અને ધાર્મિક કાર્યોમાં સાથ આપવાની ખાતરી આપે છે. અહી પત્ની દરેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં પત્ની સાથે રહેવાનું વચન આપે છે.
તમે આ લેખ કુછ અનકહી બાતે. ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય બ્લોગ પોસ્ટ ને લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
દિલીપ પંડયા
8511675543
No comments:
Post a Comment