Tuesday, 12 May 2020

કોરોના વાઇરસ : લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?


ભારત સાથે આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. હું પંડ્યા દિલીપ આ મહામારીનાં સંક્રમણથી કેવી રીતે બચવું તે વિશે હું આપને જણાવી રહ્યો છું.
 

કોરોના વાઇરસ શું છે.?

વાયરસનો મૂળ ઉદ્ભવ પ્રાણીઓમાંથી થયો હોવા નું જાણવા મળ્યું છે. કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, જે પૈકી 6 પ્રકારના વાઇરસ પ્રાણીઓ માં જ હોવાનું જાણવા મળ્યું હતું જે ફક્ત પ્રાણીઓ ને જ બીમાર કરી શકે છે પણ હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ ગઈ છે. નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. ડિસેમ્બર ૨૦૧૯માં હુવન (ચીન) માંસાહાર ખોરાકના બજારમાં (ચામાચીડિયાં) પ્રાણીમાંથી મનુષ્યમાં આ રોગ ફેલાવાની ઘટના બની હતી. મનુષ્યથી મનુષ્યમાં રોગ ફેલાવાનો પ્રથમ કિસ્સો જાન્યુઆરી ૨૦૨૦ની શરૂઆતમાં જોવા મળ્યો હતો.

કોરોના રોગ (COVID-19, કોવિડ-૧૯) એ સાર્સ કોરોનાવાયરસ ૨ (SARS-CoV-2) દ્વારા થતો ચેપી રોગ છે, જે સાર્સ વાયરસ જોડે સામ્યતા ધરાવે છે જે માણસ ના શ્વસનતંત્ર ઘણી ખરાબ અસર કરે છે. સાર્સ કોરોનાવાયરસ ૨ ને અગાઉ નોવેલ કોરોનાવાયરસ (n-CoV) તરીકે ઓળખવામાં આવતો હતો. આ વાયરસ ૨૦૧૯-૨૦માં કોરોનાવાયરસની મહામારી ફાટી નીકળવાનું કારણ છે.

કોરોના વાઇરસની સીધી અસર ફેફસાં ઉપર થાય છે. તેના મુખ્ય બે લક્ષણ છે તાવ તથા સતત ખાંસી થાય તેવી શક્યતા રહે છે.

ઘણી વખત પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોનાને કારણે અસામાન્ય પણે ઉધરસ આવી શકે છે.

આવી ઉધરસ 24 કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે.

નિદાન પદ્ધતિ ?

જો તમને જણાય કે તમે વાઇરસ સંક્રમિત છો તો ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી માટે હૅલ્પલાઇન નંબર 104 છે અને કેન્દ્ર સરકારનો હેલ્પલાઇન નંબર +91-11-23978046 છે અને ટોલફ્રી નંબર 1075 પર જાણ કરવી જેથી સરકાર ના માણસો ત્યાં આવી ને તમારું સેમ્પલ લઈ જશે અને ટેસ્ટ કર્યા પછી તમને રીઝલ્ટ ની જાણ કરશે.

કોરોના વાઇરસ ની ચકાસણી rRT-PCR, એન્ટિજન ચકાસણી, ની મદત થી કરવામાં આવે છ.

ભારત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગની વેબસાઇટ ઉપર કોરોનાના વ્યાપ અને તેનાથી બચાવ સબંધી માહિતી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા+91-11-23978046 અથવા 24 કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર 1075 ઉપર સંપર્ક કરી શકે છે.

ગુજરાતમાં કોરોના વાઇરસ સંદર્ભે 104 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જ્યાં જરૂર પ્રમાણે સંપર્ક કરી શકાય છે.

બ્રિટનનો નાગરિક એન.એચ.એસ. 111ની વેબસાઇટ ઉપરથી કોરોના સંબંધિત માહિતી મેળવી શકે છે.

આ સિવાય બ્રિટનમાં આપાતકાલીન સ્થિતિ માટે 999 નંબરનો સંપર્ક કરી શકાય છે .




પોતાનો બચાવ કેવી રીતે કરવો ?

વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે. સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.

કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય ત્યારે હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપાં હવા ફેલાય છે અને હવા માં તરે છે. જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપાં પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપાં પડ્યાં હોય અથવા એ ટીપાં તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે તો ચેપ લાગે છે.

ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર, માસ્ક પહેરવું કે રૂમાલ આડો રાખવો.

ગંદા હાથે ચહેરાને વારંવાર ન અડવું. 

સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.
મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે નોર્મલ ફેસ-માસ્કથી અસરકારક રીતે રક્ષણ નથી મળતું.


કોરોના વાઇરસના લક્ષણ શું છે?

આ વાઇરસમાં દર્દી ના શરીર નું તાપમાન 37.8 ડિગ્રી જેટલું વધી શકે છે. જેના કારણે પેશન્ટનું શરીર ગરમ હોય છે અને તે ઠંડી અનુભવે છે. તેને ધ્રૂજારી પણ અનુભવાય છે.

કોરોનાના વાઇરસને કારણે ગળામાં, માથામાં દુખાવો તથા ડાયેરિયા થવાની શક્યતા પણ રહે છે.

તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ મુજબ, પેશન્ટને ગંધ અને સ્વાદનો અનુભવ નથી થતો.

કોરોના વાઇરસની અસર ફેફસાં પર થાય છે. આની શરૂઆત તાવ અને સૂકા કફથી થાય છે જેનાંથી શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે.

વૈજ્ઞાનિકો કહે છે કે વાઇરસ સંક્રમણના લક્ષણ દેખાવાનું શરૂ થવામાં સરેરાશ પાંચ દિવસ લાગી જતા હોય છે. જોકે, વૈજ્ઞનિકો એમ પણ કહે છે પણ કેટલાક લોકોમાં આ લક્ષણો મોડા પણ દેખાઈ શકે છે. અને કેટલાક લોકો માં તેના લક્ષણ દેખાતા પણ નથી એવા કેસ પણ હોય છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના કહેવા પ્રમાણે, વાઇરસના શરીરમાં પ્રવેશ તથા લક્ષણ દેખાવામાં 14 દિવસ જેટલો સમય લાગી શકે છે.

જોકે, કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, તેમાં 24 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે.

જે લોકોમાં સંક્રમણના લક્ષણો હોય તેમના શરીર થકી ચેપ વધારે ફેલાય છે. જોકે, એવું પણ નિષ્ણાતો કહે છે કે વ્યક્તિ બીમાર પડે એ પહેલાં પણ તે ચેપ ફેલાવી શકે છે.

કેટલાક કેસ માં પ્રાણીઓ દ્વારા પણ કોરોના ફેલાવવાના ની હકીકત બહાર આવી છે.

કોરોના વાઇરસના શરૂઆતના લક્ષણો શરદી અને ફ્લૂ જેવા કે ઋતુ બદલાવવાને કારણે થતા તાવ અને શરદી જેવો હોઈ કોઈ પણ સરળતાથી દેખાઈ શકે છે.

જેમના શરીરમાં કોરોના વાઇરસે પ્રવેશ કરી લીધો છે, તેમાંથી મોટાભાગના પેશન્ટ આરામ કરે તથા પૅરાસિટેમોલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઇરલ દવાઓની મદદથી પણ સાજા થઈ શકે છે જે દર્દી ના રોગપ્રતિકારક શકિત ઉપર આધાર રાખે છે.

જો દરદીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે તો તેને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

ફેફસાંની તપાસ કર્યાં બાદ તબીબ જાણી શકે છે કે શરીરમાં વાઇરસનો વ્યાપ કેટલો છે તથા દર્દીને ઓક્સિજન તથા વૅન્ટિલેટરની જરૂર છે કે કેમ.


ICUમાં શું થાય?

ઇન્ટેન્સિવ કેર યુનિટએ કોઈ હૉસ્પિટલનો વિશેષ વૉર્ડ હોય છે, જેમાં જે દરદીઓની સ્થિતિ ગંભીર હોય, તેમને રાખવામાં આવે છે.

કોરોના વાઇરસના પેશન્ટ્સની સ્થિતિ ગંભીર હોય તથા તેને ઓક્સિજનની જરૂર હોય છે કારણ કે દર્દી ના ફેફસા માં covid-19 વાઇરસ ના કારણ થી કાણાં પડી જાય છે અને દર્દી ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેથી તેને નાકમાં ટ્યૂબ વાટે કે પછી મોં પર માસ્ક દ્વારા ઓક્સિજન આપવો પડે છે.

ઘણી વખત ગળા પર કાપો મારીને પણ ફેફસાં સુધી સીધો જ ઓક્સિજન પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.

વૅન્ટિલેટર દ્વારા દરદીને ફેફસાં સુધી શુદ્ધ .ઓક્સિજનનો પુરવઠો સીધો જ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.


કોરોના વાઇરસ કેટલો ઘાતક?

કોરોના વાઇરસના સંક્રમણના આંકડાની તુલના મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સાથે કરીએ તો તે ઘણી ઓછી લાગે છે.

જોકે, દુનિયામાં અને વિવિધ દેશમાં દિવસ-રાત સંક્રમિત લોકો અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા જે રીતે કૂદકે અને ભૂસકે વધી રહી છે તે જોતા સરેરાશ મૃત્યુદરને હળવાશથી લઈ શકાય નહીં.

અનેક દેશોમાં આંશિક કે પૂર્ણ લૉકડાઉનની સ્થિતિ છે અને અનેક લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.


*56,000 સંક્રમિત લોકો વિશે કરવામાં  આવેલા અભ્યાસ વળા આંકડાઓને આધારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કરેલું એક અધ્યયન કહે છે કે -

6 ટકા લોકો આ વાઇરસને કારણે ગંભીર રીતે બીમાર જેમાં ફેફસાંઓ નિષ્ફળ થઈ જવા, સેપ્ટિક શૉક, ઑર્ગન ફેઇલિયર અને મૃત્યુનું જોખમ હતું.

14 ટકા લોકોમાં સંક્રમણના લક્ષણો જોવા મળ્યા. જેમાં શ્વાસ લેવાની તકલીફ અને ઝડપથી શ્વાસ લેવો જેવી સમસ્યાઓ થઈ.

80 ટકા લોકોમાં સંક્રમણના મામૂલી લક્ષણો જોવા મળ્યા જેમ કે તાવ અને ખાંસી. અમુક લોકોમાં ન્યુમોનિયા પણ જોવા મળ્યો.



વૃદ્ધો અને પહેલેથી અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓથી પીડાતા લોકો કોરોના વાઇરસને કારણે વધારે ગંભીર રીતે બીમાર પડી શકે છે.

કોરોના વાઇરસનો ઇલાજ એ વાત પર આધાર રાખે છે કે દરદીને શ્વાસ લેવામાં કુત્રિમ રીતે વેન્ટિલેટર થી મદદ આપવામાં આવે અને તેનું શરીર વાઇરસ સામે લડી શકે માટે સક્ષમ બને તે માટે તેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે.

કોરોના વાઇરસ કોવિડ-19ની રસી બનાવવાનું કામ હજુ ચાલુ જ છે.


મને તો ચેપ નહીં હોય ને ?

જો તમે કોઈ ચેપગ્રસ્તના સંપર્કમાં આવ્યા હતા, તેવું બહાર આવે, તો થોડા દિવસ માટે અન્ય લોકોને ન મળવાની સલાહ આપી શકાય છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડના કહેવા પ્રમાણે, જે લોકોને આશંકા હોય કે તેઓ ચેપગ્રસ્ત છે, તેમણે મેડિકલ સ્ટોર, તબીબ કે હૉસ્પિટલની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ અને ફોન ઉપર કે ઑનલાઇન માર્ગદર્શન મેળવવું જોઈએ.

જે લોકો તાજેતરમાં વિદેશની મુલાકાત લઈને વતન ફર્યાં છે, તેમને થોડા દિવસ માટે કોરેનટાઈમ રહેવાની સલાહ અપાઈ રહી છે.

ભારતમાં કોરોના વાઇરસનો સામુદાયિક ફેલાવો ન થાય તે માટે 21 દિવસનું લૉકડાઉન 25 માર્ચથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને ત્રીજી મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યાર બાદ 17 મે સુધી વધારવા માં આવ્યું.

અનેક દેશોએ પણ વાઇરસનો 'સામુદાયિક ફેલાવો' અટકાવવા માટે આંશિક-પૂર્ણ લૉકડાઉન કે સ્કૂલ-કૉલેજ બંધ કરવા તથા ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ બંધ કરવા જેવા નિર્ણયો લીધા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસની મહામારીમાં લોકોને કાળજી રાખવાની રીતો બાબતે સલાહ આપી છે.

સંક્રમણના લક્ષણો દેખાય તો વ્યક્તિએ સ્થાનિક આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવો જોઈએ.

ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી માટે હૅલ્પલાઇન નંબર 104 છે અને કેન્દ્ર સરકારનો હેલ્પલાઇન નંબર +91-11-23978046 છે અને ટોલફ્રી નંબર 1075 છે.

આ સિવાય ભારતમાં અલગ અલગ રાજ્યો પોતાની અલગઅલગ હૅલ્પલાઇન પણ શરૂ કરી છે.


વાઇરસના વ્યાપ નો વેગ ?

વિશ્વમાં દરરોજ હજારોની સંખ્યામાં કોવિડ-19ના નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ છતાં એવું માનવામાં આવે છે કે સેંકડો કેસ આરોગ્યતંત્રની નજરમાંથી બચી જાય છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વના 185 દેશોમાં આ મહામારીએ પગપેસારો કરી લીધો છે. અહીં લગભગ 20 લાખ જેટલા કન્ફર્મ કેસ નોંધાયેલા છે. જે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વ્યાપ છે.
આ વાઇરસના સૌથી વધુ કેસ અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાન્સ, જર્મની તથા ચીનમાં નોંધાયા છે

તમે આ લેખ કુછ અનકહી બાતે. ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય બ્લોગ પોસ્ટ ને લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.



દિલીપ પંડ્યા
+918511675543

No comments:

Post a Comment

BEST MOBILE PROCESSOR WHICH EVER I BUY

  Just like the brain handles almost all the work in our body. In the same way, the processor works the most on mobile. Whenever we need som...